Smiling patient giving a thumbs up in a dental chair
Doctor explaining an X-ray to a patient
પાછળ

રૂટ કેનાલ ટ્રીટમેન્ટ

દાંત કઢાવતા પહેલાં, બચાવવાનું વિચારો.

ચેપ દૂર થાય, દુખાવામાં રાહત મળે અને તમારો પોતાનો દાંત સચવાય.

5 સ્ટાર · 1650+ રિવ્યૂ

5000+ દર્દીઓ

10+ વર્ષ અનુભવ

આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સ્ટરિલાઇઝેશન

જરૂર હોય તો જ સલાહ

રૂટ કેનાલ કન્સલ્ટેશન બુક કરો

કોઈ બંધન વગરનું કન્સલ્ટેશન · ₹200

શું તમને આમાંથી કંઈ થાય છે?

  • દાંતમાં સખત કે ધબકતો દુખાવો
  • રાત્રે દુખાવાથી ઊંઘ ઊડી જાય
  • ગરમ-ઠંડું લાગ્યા પછી લાંબો સમય ઝણઝણાટી રહે
  • ચાવતી વખતે કે દબાવતાં દુખાવો
  • પેઢા પર સોજો કે ફોલ્લી
  • દાંત કાળો પડવો

આ લક્ષણોના બીજા કારણો પણ હોઈ શકે. સાચું કારણ તપાસ અને એક્સ-રેથી જ ખબર પડે.

રૂટ કેનાલ એટલે શું?

દરેક દાંતની અંદર નસ વાળો નરમ ભાગ હોય છે. ઊંડી સડન કે તિરાડથી જંતુઓ ત્યાં પહોંચે, ત્યારે ચેપ લાગે અને દુખાવો થાય. રૂટ કેનાલમાં ચેપ વાળો ભાગ દૂર કરી, નળીઓ સાફ કરી સીલ કરવામાં આવે છે. દુખાવાનું કારણ જાય, દાંત રહે.
Diagram of a root canal treated tooth

સારવારમાં શું થાય?

  1. 1

    તપાસ અને એક્સ-રે

    દુખાવાનું સાચું કારણ શોધીએ અને સ્પષ્ટ કહીએ કે રૂટ કેનાલની જરૂર છે કે નહીં.

  2. 2

    દાંત સુન્ન કરવો

    સારવાર શરૂ કરતાં પહેલાં દાંત સંપૂર્ણ સુન્ન થયો છે તેની ખાતરી કરીએ.

  3. 3

    અંદરથી ઊંડી સફાઈ

    ચેપ વાળો ભાગ દૂર કરી, નળીઓને અનેક તબક્કામાં સાફ અને જંતુમુક્ત કરીએ.

  4. 4

    મજબૂત સીલિંગ

    નળીઓ ભરીને સીલ કરીએ, જેથી જંતુઓ ફરી અંદર ન જાય.

  5. 5

    ક્રાઉનથી રક્ષણ

    પાછળના દાંત પર ચાવવાનું દબાણ વધુ હોય છે. ક્રાઉન તેને તૂટવાથી બચાવે છે.

લોકો શું માને છે, અને સાચું શું છે

માન્યતારૂટ કેનાલમાં ખૂબ દુખે.

સત્યદાંત સુન્ન કર્યા પછી મોટા ભાગના દર્દીઓને ફિલિંગ જેવું જ લાગે. ખરો દુખાવો તો ચેપનો હોય છે.

માન્યતાદુખાવો બંધ થઈ ગયો, એટલે હવે સારવારની જરૂર નથી.

સત્યનસ મરી જાય ત્યારે દુખાવો બંધ થઈ શકે, પણ ચેપ અંદર રહી જાય અને હાડકા સુધી ફેલાઈ શકે.

માન્યતાદાંત કઢાવી નાખવો સહેલો અને સસ્તો છે.

સત્યખાલી જગ્યાને કારણે બાજુના દાંત ખસી શકે. પછીથી દાંત બેસાડવાનો ખર્ચ અને સમય સામાન્ય રીતે વધુ હોય છે.

માન્યતારૂટ કેનાલ કરેલો દાંત લાંબો નથી ચાલતો.

સત્યસારી સીલિંગ, ક્રાઉન અને નિયમિત સંભાળ સાથે દાંત ઘણાં વર્ષો સુધી ચાલી શકે છે.

રાહ જોવાથી શું થાય?

  1. અત્યારે: મોટા ભાગે રૂટ કેનાલથી દાંત બચી શકે.
  2. થોડા સમય પછી: ચેપ હાડકા સુધી પહોંચે, સોજો અને પરું થઈ શકે.
  3. મોડું થાય તો: દાંત બચાવી ન શકાય, કાઢવો પડે અને નવો બેસાડવો પડે.

દાંત બચાવવો કે કઢાવવો?

દાંત કઢાવવો

રૂટ કેનાલથી બચાવવો

તમારો દાંત

દાંત કઢાવવો: કાયમ માટે ગયો

રૂટ કેનાલથી બચાવવો: તમારો પોતાનો દાંત રહે

ચાવવું

દાંત કઢાવવો: નવો દાંત ન આવે ત્યાં સુધી ખાલી જગ્યા

રૂટ કેનાલથી બચાવવો: ક્રાઉન સાથે કુદરતી અનુભવ

જડબાનું હાડકું

દાંત કઢાવવો: સમય જતાં ઘટી શકે

રૂટ કેનાલથી બચાવવો: મૂળ સાથે હાડકું જળવાય

બાજુના દાંત

દાંત કઢાવવો: ખસી શકે

રૂટ કેનાલથી બચાવવો: પોતાની જગ્યાએ રહે

સમય

દાંત કઢાવવો: ઇમ્પ્લાન્ટથી બદલવામાં ૩ થી ૬ મહિના

રૂટ કેનાલથી બચાવવો: ૧ થી ૩ વિઝિટ, પછી ક્રાઉન

દાંત બચાવી ન શકાય તેમ હોય, તો ઇમ્પ્લાન્ટ ઉત્તમ વિકલ્પ છે →

અમારી રૂટ કેનાલ શા માટે અલગ છે?

ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં. તમારા દાંતને લાંબા સમય સુધી બચાવવા, દરેક પગલું પ્રોટોકોલ મુજબ.

Dentist carefully treating a patient at the dental chair
દરેક પગલે ધ્યાનપૂર્વક સારવાર
Dentist taking a digital 3D scan of a patient's teeth
ડિજિટલ 3D સ્કેન, ટ્રે વગર ચોક્કસ માપ
Dentist explaining an X-ray to a patient
સારવાર પહેલાં તમારો એક્સ-રે સમજાવીએ

Photo: full tray for one root canal, from above, brand labels hidden

800 × 450px

[##]

સાધનો

[##]

સોલ્યુશન

ફક્ત એક રૂટ કેનાલ માટે. ઉતાવળની સારવારમાં ઘણાં ઓછાં વપરાય છે.

  • પેઇનલેસ પ્રોટોકોલ

    શરૂ કરતાં પહેલાં દાંત સુન્ન થયાની ખાતરી. મોટા ભાગના દર્દીઓને સારવાર પછી તરત જ દુખાવામાં રાહત મળે છે.

  • ઇન્સ્ટન્ટ ડિજિટલ એક્સ-રે

    સારવાર દરમિયાન તરત તપાસ. જટિલ કેસમાં CBCT 3D સ્કેન.

  • મૂળના છેડા સુધી ચોક્કસ માપ

    ઇલેક્ટ્રોનિક માપથી નળીની ચોક્કસ લંબાઈ ખબર પડે, જેથી સફાઈ પૂરી થાય.

  • મેગ્નિફિકેશન હેઠળ સારવાર

    નરી આંખે ન દેખાય તેવી બારીક વિગતો પણ દેખાય.

  • અનેક તબક્કાની જંતુમુક્તિ

    ખાસ સોલ્યુશન અને એક્ટિવેટેડ સફાઈ એ જગ્યાઓ સુધી પહોંચે, જ્યાં સાધન ન પહોંચી શકે.

  • પ્રીમિયમ સાધનો અને મટિરિયલ

    વિશ્વભરમાં ભરોસાપાત્ર સાધનો અને મટિરિયલ, જેથી સીલિંગ મજબૂત રહે.

  • 3D સ્કેનથી ક્રાઉનનું માપ

    ટ્રે વગર ડિજિટલ માપ, જેથી ક્રાઉન ચોક્કસ બેસે.

  • આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સ્ટરિલાઇઝેશન

    દરેક દર્દી માટે જંતુમુક્ત, સીલબંધ સાધનો.

    Sterilised dental instruments on a tray
  • શક્ય હોય તો એક જ બેઠકમાં

    કેસ અનુકૂળ હોય તો એક જ વિઝિટમાં રૂટ કેનાલ પૂરી થઈ શકે.

ઉતાવળની રૂટ કેનાલ અને આરોગ્યમની રૂટ કેનાલ

ઉતાવળની, સસ્તી સારવાર

આરોગ્યમ

સાધનો અને સોલ્યુશન

ઉતાવળની, સસ્તી સારવાર: ઘણાં ઓછાં

આરોગ્યમ: [##] સાધનો, [##] સોલ્યુશન

સફાઈ

ઉતાવળની, સસ્તી સારવાર: ઝડપથી, સાદી સફાઈ

આરોગ્યમ: અનેક તબક્કા, એક્ટિવેટેડ સફાઈ

ચોકસાઈ

ઉતાવળની, સસ્તી સારવાર: અંદાજથી માપ

આરોગ્યમ: ઇલેક્ટ્રોનિક માપ, ઇન્સ્ટન્ટ એક્સ-રે

આરામ

ઉતાવળની, સસ્તી સારવાર: દુખાવો થાય પછી ઉપાય

આરોગ્યમ: સુન્ન થયાની ખાતરી પછી જ શરૂઆત

સ્ટરિલાઇઝેશન

ઉતાવળની, સસ્તી સારવાર: ઉતાવળમાં શોર્ટકટ

આરોગ્યમ: આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ, દરેક દર્દી માટે

મટિરિયલ

ઉતાવળની, સસ્તી સારવાર: ખર્ચ બચાવવા પસંદ કરેલું

આરોગ્યમ: વિશ્વભરમાં ભરોસાપાત્ર પ્રીમિયમ

ક્રાઉનનું માપ

ઉતાવળની, સસ્તી સારવાર: ટ્રેથી માપ

આરોગ્યમ: 3D ડિજિટલ સ્કેન

સલાહ

ઉતાવળની, સસ્તી સારવાર: સીધી સારવાર

આરોગ્યમ: જરૂર ન હોય તો સ્પષ્ટ ના

ભરોસો

ઉતાવળની, સસ્તી સારવાર: ચકાસવું મુશ્કેલ

આરોગ્યમ: 5 સ્ટાર, 1650+ રિવ્યૂ, જાતે વાંચો

આ સરખામણી ઉતાવળમાં કરાતી સારવાર વિશે છે, કોઈ ચોક્કસ ક્લિનિક કે ડૉક્ટર વિશે નહીં.

જરૂર નહીં હોય, તો અમે જ કહી દઈશું.

અમે નૈતિક સારવારમાં માનીએ છીએ. રૂટ કેનાલની સલાહ ત્યારે જ આપીએ જ્યારે ખરેખર જરૂર હોય. ફિલિંગ કે સાદી સારવારથી કામ થતું હોય, તો એ જ કહીશું.

તમારી સારવાર ટીમ

dr-sneha.jpg

400 × 400px

DS

Dr. Sneha Pipalia

BDS, C.Ortho · 12+ years
કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ

  • રૂટ કેનાલ
  • ઓર્થો

dr-pratik.jpg

400 × 400px

DP

Dr. Pratik Pipalia

BDS, MDS, PhD Scholar (Dental Implants)
કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ

  • ઇમ્પ્લાન્ટ
  • ડેન્ચર
  • એલાઇનર

સારવાર નક્કી કરતા પહેલા તમારા પ્રશ્નો પૂછો. અમે મદદ કરવા ખુશ છીએ.

મારા દાંતની તપાસ કરાવવી છે

સાચા દર્દી, સાચા પરિણામ

Patient video: root canal experience

800 × 450px

Decayed tooth before and restored tooth after root canal treatment
“મારો પાછળનો દાંત ખૂબ ખરાબ હાલતમાં હતો. રૂટ કેનલ અને કવરથી દાંત બચી ગયો અને કાઢવો ન પડ્યો.”
— Ketan P
“રૂટ કેનલ પછી કવર લગાવ્યા બાદ દાંત ફરી કુદરતી લાગવા લાગ્યો. હવે હું નિર્ભય રીતે ખાઈ શકું છું.”
— Jignesh V
“ડૉક્ટરે રૂટ કેનલ પછી કવરનું મહત્વ સમજાવ્યું. અંતિમ પરિણામ કુદરતી લાગે છે અને ખૂબ આરામદાયક છે.”
— Heena D
“કવર મારા કુદરતી દાંત સાથે ખૂબ સારી રીતે મેળ ખાતું હતું. હવે કોઈ ઓળખી પણ શકતું નથી કે કયો દાંત સારવાર કરેલો છે.”
— Riddhi S
“વિવિધ કવર વિકલ્પોની વિગતવાર સમજણ ખૂબ ઉપયોગી રહી. સારવારથી આરામ અને આત્મવિશ્વાસ બંને પાછા મળ્યા.”
— Amit B
1650+ રિવ્યૂ જાતે વાંચો →

ખર્ચ, કોઈ છુપાવ્યા વગર

રૂટ કેનાલ
₹3,499 થી ₹4,999
ક્રાઉન (ટૂથ કવર)
₹1,500 થી ₹15,000
ક્રાઉન સાથે કુલ
₹4,999 થી ₹19,999
  • ખર્ચ દાંત પ્રમાણે બદલાય: આગળના દાંતમાં ઓછી નળીઓ હોય, પાછળના દાંતમાં વધુ.
  • પાછળના દાંતને સામાન્ય રીતે ક્રાઉન જોઈએ. તેનો ખર્ચ અલગ છે, તેથી અહીં પહેલેથી જણાવ્યો છે.
  • ક્લિનિક પર ચૂકવો · રોકડ, UPI, અથવા કાર્ડ
  • સચોટ ખર્ચ તપાસ પછી જ નક્કી થઈ શકે.
  • કન્સલ્ટેશન વિઝિટ: ₹200. કોઈ બંધન વગરનું કન્સલ્ટેશન. તપાસ પછી સારવાર કરાવવી કે નહીં, એ નિર્ણય સંપૂર્ણ તમારો છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

સારવારમાં દુખશે?

દાંત સુન્ન થયાની ખાતરી પછી જ શરૂ કરીએ. મોટા ભાગના દર્દીઓને ફિલિંગ જેવું જ લાગે.

કેટલી વિઝિટ થાય?

સામાન્ય રીતે ૧ થી ૩ વિઝિટ. કેસ અનુકૂળ હોય તો એક જ બેઠકમાં પૂરી થઈ શકે.

સારવાર પછી દુખાવો રહે?

થોડા દિવસ હળવો દુખાવો સામાન્ય છે અને જાતે મટી જાય છે. વધુ દુખાવો કે સોજો હોય તો તરત જણાવો.

ક્રાઉન કરાવવો જરૂરી છે?

પાછળના દાંતને સામાન્ય રીતે જરૂર પડે. આગળના દાંત માટે તપાસ કરીને નક્કી કરીએ.

દાંત કેટલો સમય ચાલશે?

સારી સીલિંગ, ક્રાઉન અને નિયમિત સંભાળ સાથે ઘણાં વર્ષો સુધી ચાલી શકે.

એ જ દિવસે કામ પર જઈ શકાય?

સામાન્ય રીતે હા. ક્રાઉન ન બેસે ત્યાં સુધી એ બાજુથી કઠણ વસ્તુ ન ચાવવી.

દાંત બચી શકે છે કે નહીં, એક તપાસથી જાણો.

કોઈ બંધન વગરનું કન્સલ્ટેશન · ₹200. તપાસ પછી સારવાર કરાવવી કે નહીં, એ નિર્ણય સંપૂર્ણ તમારો છે.

રૂટ કેનાલ કન્સલ્ટેશન બુક કરો

પ્રશ્ન પૂછો

ફોન કરો

અપોઇન્ટમેન્ટ બુક કરો